જય સહકાર,
શ્રી રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંકની સહકારી ક્ષેત્રે ઐતીહાસીક છલાંગ,
શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ના તા.૩૧/૩/૨૩ ના રોજ વાર્ષીક હિસાબો પુર્ણ થતા જીલ્લા બેંકે વર્ષ ૨૦૨૨/૨૩ના વર્ષમા કરેલ પ્રસંશનીય પ્રગતી બદલ રાજકોટ તેમજ મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ ખેડુત સભાસદો,સહકારી મંડળીઓ,થાપણદારો તેમજ સહકારી આગેવાનો અને કર્મચારી ભાઈઓ,બહેનોને અભિનંદન સહ શુભકામનાઓ આપતા જીલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડીયા,
આપણા સૌના ખેડુત નેતા વિઠલભાઈ રાદડીયાએ સહકારી પ્રવૃતી થકી ખેડુતોના વિકાસ અર્થે છેલ્લા ૧૧ વર્ષથી (૨૦૧૨)ની સાલથી ૦ % એ પાકધિરાણ,વિનામુલ્યે અકસ્માત વિમા પોલીસી તેમજ ખેડુતોને સરળતાથી ધિરાણ જેવા નમુનેદાર અને ઐતિહાસીક નિર્ણયો કરીને સહકારી ક્ષેત્રે નવા આયામો સર કરેલ છે જેના પગલે પગલે રાજકોટ તેમજ મોરબી જીલ્લાનુ સહકારી ક્ષેત્ર આજે પણ ખેડુત હિતની પ્રવૃતીઓ કરીને વિઠલભાઈ રાદડીયાએ કરેલા કાર્યોને આગળ ઘપાવવાનુ કામ કરી રહેલ છે તેમજ શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક ફક્ત ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશમા નમુનેદાર જીલ્લા બેંક તરીકે ઉભરી આવેલ છે જેનુ ગૌરવ જીલ્લાના તમામ ખેડુત સભાસદો,આગેવાનો તેમજ કર્મચારીઓ લઈ શકે છે,
રાજકોટ જીલ્લા બેંક દ્વારા વર્ષ ૨૦૨/૨૩ મા રૂ.૩૨૫૦ કરોડ જેટલી માતબર રકમનુ ૦ % એ પાકધિરાણ કરેલ હોવા છતા પણ રૂ.૧૯૭ કરોડ જેવો જંગી નફો કરેલ હોય તેમજ ૮૦૦૦ કરોડ ઉપરની થાપણો અને ૫૩૦૦ કરોડ ઉપરના ધિરાણો કરીને જીલ્લા બેંકે સમગ્ર રાજકોટ તેમજ મોરબી વિસ્તારના ખેડુતો અને ગ્રાહકો તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ સૌ સંસ્થાઓ અને આગેવાનોનો અતુટ વિશ્વાસ સંપાદન કરેલ છે.
Shri Rajkot District Co-Operative Bank Ltd.
Financial Year 2022/2023 Profit 197 Caror
Financial Year 2022/2023 Business Above 13,390 Caror
જય જવાન... જય કિશાન... જય સરદાર...


Comments
Post a Comment
I am very happy for your comments, Thank you for Your Valuable Feedback.. I will try to more batter share information as your suggestions.